NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ નગરપાલિકાની ગત 29મી ના રોજ થયેલ સ્થાનિક સ્વરાજની ચુતનણીમાં 2 તારીકે પરિણામો આવતા ભાજપે ચોક્ખી બહુમતી મેળવતા પાલિકામાં ફરી એક વાર ભગવો લેહરાયો હતો. અને ત્યારથી શરું થઇ હતી મહિલા પ્રમુખ માટેની અટકળો જેમાં દરરોજ એક નવું નામ ઉમેરાતું હતું પરંતું આંજે સવારે 11 વાગે આ સમગ્ર ઘટના નો અંત અઆવ્યો હતો અને દાહોદ પાલિકાના પ્રમુખ તરીકે સયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ તરીકે ગુલશન બચાણી, કારોબારી ચેરમેન અરવિંદ ચોપડા અને પક્ષના નેતા તરીકે સલમાબેન આમબાવલા ના નામો જાહેર કાર્ય હતા. જયારે અન્ય ખાતાઓની ફાળવણી હવે પછીના દિવસોમાં થશે.કોંગ્રેસે પ્રમુખ ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી પરંતુ તે તેમના 13 પર અટકી ગયા હતા ને ભાજપના ઉમેદવાર 23 થી વિજય ઘોષિત થયા હતા. તમામ પ્રક્રિયા સતી પૂર્ણ રીતે સંપન થઇ હતી. અને નામો જાહેર થયાબાદ આતિશબાજી નગપાલિકા ચોકમાં થઇ હતી અને ત્યાર બાદ ઉમેદવારો જુલુશ સાથે વાજતે ગાજતે પોતાના વોર્ડમાં ગયા હતા.