THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ નગરમાં સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી વાણિજ્ય પ્રવૃતિઓની છૂટ, અઠવાડિક ગુજરી-હાટ બજાર પર પ્રતિબંધ યથાવત.
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ નગરમાં આંશિક લોકડાઉનમાં છૂટ બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા.૦૪/૦૬/૨૦૨૧ થી તા. ૧૧/૦૬/૨૦૨૧ સુધી રાત્રીના ૦૯:૦૦ વાગ્યા થી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કરફ્યુના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત બિમાર વ્યક્તિ, સર્ગભાઓ, અશક્ત વ્યક્તિ ઓને સારવાર માટે એટેડેન્ટ સાથે અવરજવરની છૂટ સહિતના નિયમો યથાવત રહેશે.
તમામ દુકાનો, વાણીજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જયારે રેસ્ટોરન્ટસ સવારના ૦૯:૦૦ થી રાત્રીના ૦૯:૦૦૦ સુધી ટેક અવે અને સવારના ૦૯:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી હોમ ડિલીવરીની સુવિધા ચાલુ રાખી શકશે.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
આ ઉપરાંત લગ્નમાં મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા, દફનવિધિ માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી સહિતના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામું દાહોદ નગરપાલિકા વિસ્તારમાં તા. ૪ જુનથી આગામી તા. ૧૧ જુનના સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.
CLEAN YOUR HAND REGULARL WITH OXI9 POMEGRANATE HAND SANITIZER