NewsTok24 – Keyur Parmar – Dahod
આજ રોજ દાહોદ શહેરના ટેકનીકલ હાઇસ્કુલ ખાતે ચુંટણી નું ,મત ગણતરી રાખવામાં આવેલ હતી વહેલી સવારે 09:00 કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વચ્ચે દાહોદ ચુંટણી અધિકારી પદ્મરાજ ગામીત ની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ નું સીલ તોડી અને ઉમેદવારોની હાજરીમાં તેની ચકાસણી કરાવીને મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરી હતી. પહેલા પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ વોર્ડ નંબર 1 નું કાઉન્ટીગ શરૂ થયું હતું જેના પરિણામ સ્વરૂપે વોર્ડ ન. 1 માં ભાજપના ઉમેદવાર અભિષેક મેડા, પ્રીતિ સોલંકી, લક્ષ્મણ રાજગોર અને કોંગ્રેસની માસૂમા ગરબાડાવાલા, વિજય થયા હતા. જયારે વોર્ડ ન. 2 માં ભાજપની આખી પેનલ જીતી હતી તેનો શ્રેય પેનલમાં સૌથી વધુ મત મેળવનાર ગુલશન આત્મારામ બચાણી ને જાય છે. આ પેનલમાં કૃણાલ બામણીયા, લતાબેન સોલંકી અને સલમાબેન આંબાવાલા જીત્યા હતા. વોર્ડ ન. 3 માં ભાજપની પેનલના 3 અને 1 કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા હતા. જેમાં કાઈદ ચુનાવાલા, પ્રશાંત દેસાઈ, રમીલાબેન બારિયા અને કોંગ્રેસના લક્ષ્મીબેન ભાટ જીત્યા હતા. વોર્ડ ન. 4 માં પણ ભાજપની આખી પેનલ જીતી હતી તેમાં અરવિંદ ચોપડા, બિરજુ ભગત, ભાવનાબેન વ્યાસ તથા રીનાબેન પંચાલ નો વિજય થયો હતો.