THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા આજે તા.૧૭/૦૪/૨૦૨૧ ને શનિવારના રોજ દાહોદ નગરના સૌ નગરજનોને અપીલ કરીને કહ્યું કે, દાહોદ શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ પ્રમાણમાં વધ્યું છે. તેની સાથે સાથે આપણે સૌએ આપણી આસપાસના અનેક લોકોને પણ આ મહામારીના લીધે ગુમાવ્યા છે. કોરોના સંક્રમણનો આ બીજો સ્ટ્રેન ખુબ ઘાતક છે, જેના થકી આખા પરિવારના પરિવાર સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે હવે આ તબક્કે કોરોના સંક્રમણની ચેઈન તૂટે તે ખૂબ જરૂરી બન્યું છે. માટે તા. ૧૯/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં સહુ પોતપોતાનો જીવન જરૂરીયાતનો સામાન ખરીદી લેશો અને સોમવારે સાંજના ૦૪:૦૦ વાગ્યા બાદ ઓછામાં ઓછું એક સપ્તાહ અથવા તો આપ લોકો સહમત થાઓ તો ૧૦ દિવસનું સ્વૈચ્છિક અને સંપૂર્ણપણે લોકડાઉન રાખીએ તો જ આ સંક્રમણની વધુ ઘાતકતાથી બચી શકીશું.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ કોઈ ડરાવવાની વાત નથી પણ ખરેખર ખૂબ ખરાબ સમય ચાલી રહ્યો છે. દાહોદનો વહીવટ કરતા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર કે નગર પાલિકા સહિતના વિવિધ વિભાગોના અનેક લોકો સંક્રમિત થયેલ છે. માટે કાર્યશૈલી પણ અસરગ્રસ્ત બની છે. આપણે આ સમયગાળામાં હેમખેમ રહીશું તો ફરી પણ બેઠાં થઈને આગળ વધી શકીશું. સહુનો સંયુક્ત નિર્ણય દાહોદને આ મહામારીથી બચાવવાનો હોવો જોઈએ માટે એક સપ્તાહ અથવા દશ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવા ફરીથી એકવાર નમ્ર અપીલ કરું છું.