NewsTok24 – Keyur Parmar – Dahod
તા.08મી ઓક્ટોબરે સ્માર્ટ સિટીના પહેલા રાઉન્ડના સમાંવેશ માટે સર્વે ટીમ દાહોદ ખાતે આવશે.
દાહોદ ના નામનું જયારે સ્માર્ટ સિટીમાં સમાંવેશ થયો છે ત્યારે તેના ભાગ રૂપે સ્માર્ટ સિટી માટે પડકાર રૂપ મુદ્દાઓ ની ચર્ચા માટે દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા સ્માર્ટ સિટીસ ચેલેન્જીસ ના નામે 2 દિવસીય કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું આ પ્રસેંગે દાહોદ નગર સેવા સદનના પ્રમુખ રાજેશ સહેતાઈ તથા કાઉન્સીલર કાઈદ ચુનાવાલા ઉપસ્થિત રહ્યા છે આજે તાપ 06 ઓક્ટોબર ના રોજ બેઝીક ચેલેન્જીસ તેમજ સ્માર્ટ સિટીની થીમ વિષે ગૃપ ડિસ્કશન રાખવામાં આવ્યા હતા આપના સૌના માટે આ ગર્વ લેવાની વાત છે કે જયારે સમગ્ર ભારતમાંથી મેટ્રો સિટી તથા અન્ય મોટી સિટીનો સમાવેશ થતો હોય ત્યારે તેમની સાથે દાહોદ પણ હરણફાળ ભારે તેવા હેતુ થી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદને આ મોટી ભેંટ સોગાત આપી છે અને હવે સમગ્ર દાહોદ જીલ્લાની એકજ માંગ છે કે દાહોદને 100 સ્માર્ટ સિટી માંથી પહેલા 20 સિટીમાં સ્થાન પ્રાપ્ત થાય. અને તા.08મી ઓક્ટોબરના રોજ દિલ્હી થી સર્વેમાટે ની એક ટીમ આવવાની છે જે દાહોદ ના લોકોના મંતવ્યો, સૂચનો તેમજ અન્ય પાસાઓની ચકાસણી કરી કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે.