દાહોદ નગર સેવા સદન દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં દર્શનાર્થે સિટી બસ સેવાનો કરાયો શુભારંભ. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર અને રીનાબેન પંચાલ દ્વારા શ્રીફળ વધેરી બસને પ્રસ્થાન કરાવી
દાહોદ ને સ્માર્ટ સિટીમાં આવરી લેવાયા બાદ દાહોદમાં વિકાસના ઘણા કામો શરૂ થયા છે અને અમુક પૂર્ણતા ના આરે છે અને અમુક પૂર્ણ થયા છે. તે પૈકી દાહોદને ચાર સિટી બસ સ્માર્ટ સિટી અંતર્ગત મળી છે અને તેને શરૂ કરવા માટે દાહોદ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં તેની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું જેના ભાગ રૂપે આજે તા. ૧૦/૦૮/૨૦૨૨ ને બુધવારના રોજ દાહોદ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા ખૂબ સરસ આયોજનના ભાગ રૂપે દાહોદના આજુબાજુના શિવાલયના દર્શન કરવા માટે હાલ પવિત્ર શ્રાવણ માસ પૂરતી આ સિટી બસ સેવા દાહોદની ધર્મપ્રેમી જનતા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે અને આજે દાહોદ મોઢીયા સમાજની બહેનોના મંડળ દ્વારા આજે પહેલા પ્રવાસ દાહોદ કેદારનાથ ધામની યાત્રા કરી શરૂઆત કરી હતી. અને આ સેવા માટે દાહોદના લોકોને પણ પુરે પૂરો લાભ લેવા માટે મીડિયાના માધ્યમ થી વિનંતી કરી છે અને જે લોકો આ સેવાનો લાભ લેવા ઇચ્છતા હોય તેમને દાહોદ નાગર સેવા સદન ના પ્રમુખ રીનાબેન પંચાલ અને શ્રધ્ધાબેન ભડંગ નો સંપર્ક કરવો તેવું દાહોદ નગર સેવાસદન ના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું
આ સિટી બસના શુભારંભ પ્રસંગે દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ, દાહોદ નગર સેવાસદનના પ્રમુખ રીનાબેન પંચાલ, રાજેશ સહેતાઇ, લખન રાજગોર, શ્રધ્ધા ભડંગ, રંજનબેન રાજહંસ, તેમજ અન્ય મહિલા કાર્યકર્તા અને નગર સેવક ઉપસ્થિત રહ્યા હતા.