THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા દ્વારા દાહોદ નગરની જનતાને જણાવવાનું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણે જાતે સાવચેતીના પગલાં લઈએ. દાહોદ નગર પાલિકા દ્વારા સમયસર દવાનો છંટકાવ તથા સેનીટાઈઝીંગ તો કરવામાં આવે જ છે. પરંતુ હજી આપણે સૌ દાહોદ નગરના જાગૃત નાગરિકો આપણા વિસ્તાર કે સોસાયટીના લોકોની રોજબરોજની જીવન જરૂરી ચીજવસ્તુઓ પોતે જ ખરીદવા જવાને બદલે આપણી સોસાયટી કે વિસ્તારમાંથી ૨ – ૪ યુવાનોની ટીમ બનાવીને આપણને જરૂરી વસ્તુઓની લિસ્ટ તેમને આપીને વસ્તુ મંગાવી લેવા માટે વિનંતી કરું છું. જેટલું સોશિયલ ડિસ્ટસીંગ રાખીશું એટલું આપણા પોતાના માટે, આપણા નગર માટે સારું છે. “આપણી તંદુરસ્તી, આપણા હાથમાં…”