KEYUR PARMAR DAHOD
દાહોદના ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા શાળામાં શિક્ષણ ખાતામાંથી ઓર્ડર લઇ વિજય પરમાર રહેવાસી વાળેલી ફાર્મ ડીસા ના શાળામાં હાજર થવા ગયા હતા ત્યાં તેઓને 11 ધોરણમાં ભણાવબાનું હતું અને તેઓ ને સંચાલક નંદલ અને મેનેજિંગ ડિરેક્ટર ને મળવાનું જણાવ્યું હતું અને ત્યાંથી તેઓ ને હાજર કરવામાં ગલ્લા ટલ્લા કરી બહાના કાઢવામાં આવતા તેઓ વતં પરત જતા રહ્યા હતા.
અને ત્યાંથી વિજય પરમારે ફોન ઉપર વાત કરી મને હાજર કરો તો આયુ એમ બધી વાતો 5 થી 7 દિવસ ચાલી પછી આજ વિજયભાઈ હઝાર થયા અને તેઓ એ માંગણી મુજબ ની રૂ.80000/- ની રકમ આપી દીધી અને આચાર્ય મુકેશ વલ્લવ પટેલે આ રૂપિયા સ્વીકારતા ની સાથે અરવલ્લીની ACB ટિમ ટ્રેપિંગ ઓફિસર રવી .એન.પટેલ અને સ્ટાફ તેમજ ACB ના અસ્સીસ્ટન્ટ ડિરેક્ટર ના માર્ગ દર્શન હેઠળ આ ઓપેરાશન સફળ બનાવી આચાર્ય મુકેશ પટેલ ની ધરપકડ કરી હતી. આ શાળા દાહોદ ના ભાજપ ના માજી સંસદ બાબુભાઇ કટારા ની છે . અને આ બાબતે ACB ની ટીમે તેઓની તમામ વિગતો મેળવી વધુ ઊંડાણ પૂર્વક આ કેશ ની તાપસ હાથ ધરી છે. હોલ આરોપી અને ફરિયાદી બંને દાહોદ ACB ની ઓફીસ ખાતે છે અને તેમના નિવેદન અરવલ્લીની ACB ની ટિમ લઇ રહી છે.