NewsTok24 – Rajendra Sharma – Godi road – Dahod
દાહોદ જીલ્લાના ટીંબરડા ગામ ના રમેશ મેડા ની 13 વર્ષીય પુત્રી ગઈકાલે પોતાના માતા પિતા ને કહ્યા વગર ઘરે થી કઠલા ગામે મામાના ઘરે જવા નીકળી ત્યારે તે ભૂલી પડી ગઈ હતી અને દાહોદ આવી ગઈ હતી અને ભણેલી નહિ હોવાના કારણે તે ભૂલી પડી હતી. તેવા સમય ગઈ કાલે સવારના દસ કલ્લાકે તે બસ સ્ટેશન વિસ્તાર માં રોતી એકલી એક ખાનગી દવાખાના પાસે બેઠી હતી.
ત્યારે ત્યાંથી પસાર થતા પત્રકાર રાજેન્દ્ર શર્મા એ આ બાળકી પાસે જઈ અને તેને વિગત પૂછતાં તે ભૂલી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. પરતું તે ગામ નુ નામ કઈ પણ ના બોલતા રાજેન્દ્ર શર્માએ દાહોદ શહેર પી આઈ ને ફોને કરતા વાત ના થતા પત્રકાર રાજેન્દ્ર એ દાહોદ જીલ્લા પોલીસ વડા નો સંપર્ક કરી હકિકત ની જાણ કરતા ટુકા સમયમાં મહિલા પોલીસ સ્થળ ઉપર પહોચી અને આ 13 વર્ષીય છોકરી ને પોતાની સાથે લઇ જઈ પુછપરછ કરતા કલ્પનાએ પોતે ટીંબરડા ગામ નું નામ દેતા ત્યાના સરપંચ નો સંપર્ક કરી ભૂલી પડેલી કલ્પનાને પોતાને માતા પિતા ને સુપ્રત કરી પત્રકાર અને પોલીસ બંને ધ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી.