Monday, March 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ, પંચમહાલ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન લીમખેડા ખાતે...

દાહોદ, પંચમહાલ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન લીમખેડા ખાતે યોજાયું 

  • સમાજમાં ખોટા રીતરિવાજો બંઘ કરી સાદગીથી પ્રંસગો કરવા અનુરોધ.
  • દારૂ, જુગાર, માંસ-મટન તથા ખોટા વ્યશનોથી સમાજને બચાવવા એકમત થવું જરૂરી.

દાહોદ, પંચમહાલ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાનું આદિવાસી ભીલ સમાજનું પ્રથમ મહા સંમેલન લીમખેડાના હસ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં મોટા હાથીધરા ખાતે યોજાયુ. જેમાં ભીલ સમાજ પંચના અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, ભીલ સમાજમાંથી વિવિધ પક્ષોના પ્રમુખો, હર્ષદભાઈ નીનામા કોંગ્રેસ, રાકેશભાઈ બારીયા આપ, દીપસિંહ બારીયા BTP, ધારાસભ્ય,ગોવિંદભાઈ પરમાર,  આદિવાસી ભીલ સમાજના નિવૃત્ત IAS બી.બી. વહુનીયા, નિવૃત્ત IPS નગરસિંહ પલાસ, પૂર્વ MLA, તાલુકાના અધ્યક્ષો, જિલ્લાના ઉપાધ્યક્ષૉ, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, આગેવાનો, વડીલો, અગ્રણીઓ, ભીલ સમાજના પંચના હોદ્દેદારો, ત્રણ જિલ્લાના ભીલ સમાજના ભાઈઓ બહેનો, દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર વિવિધ પક્ષોના હોદ્દેદાર એક મંચ ઉપર આવી ને અને સમાજહિતની વાતો કરે એવો એક ઐતિહાસિક દિવસ અને અનેરો કાર્યક્રમના કનવિનરો,આમંત્રિત મહેમાનો, પત્રકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. લગ્નની સિઝન અને તૈયાર ઘઉં, ચણા અને મકાઈ, દિવેલા ના ખેતીવાડીની વાઢવાની સીઝનમાં ખૂબ મોટી સંખ્યામાં ભીલ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પારંપરિક વાજિંત્રો, ઢોલ, શરણાઈ, માદલું પારંપરિક પહેરવેશમાં ભીલ મૃત્યુ, તીર કામઠા સાથે આનંદ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત ભીલ સમાજના મહાનુભાવો દ્વારા રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો માં ભીલની ભૂમિકાનો ઇતિહાસ, વાલીઓ વાલ્મીકિ બને, એકલવ્ય, સોમનાથ, વેગડો ભીલ, અમદાવાદનો આશાવલ ભીલ, પૂંજા ભીલ, માનગઢ ધામ હત્યા કાંડ., આવા મહાકાવ્યો, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસમાં આદિવાસી ભીલ સમાજનું ખૂબ જ મોટું યોગદાન રહેલ છે. આ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી આદિવાસી ભીલ સમાજના લગ્ન બંધારણની જાહેરાત કરવામાં આવી, ઉપસ્થિત તમામની હાજરીમાં લગ્ન બંધારણનો અમલ કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો. એફ.બી. વહોનીયા, રાવજીભાઈ માવી, દિનેશ ભાઈ ભાભોર, અમરસિંહ મકવાણા સમાજના તમામ નામી અનામી મહાનુભાવોની હાજરીમાં આ તમામ કાર્યક્રમનું સંચાલન દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ દિનેશભાઈ ભાભોર, રાકેશભાઈ કટારા કટારા દ્વારા કરવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments