

Umesh Panchal – limkheda
દાહોદ જીલ્લાના પંચેલા ગામે ગોધરા આર. આર. સેલ તથા દેવગઢ બારિયા પોલીસ ને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ કરતા LPG ગેસ ચોરીનું મોટું કૌભાંડ પંચેલા ગામે ઘનશ્યામ હોટલની પાછળ થી હાઇવે રોડ પરથી ઝડપાયું જેમાં રોહિત અગ્રવાલ ને ગેસના સીલીન્ડરમા ગેસ ભરતા રંગે હાથ ઝડપી પડ્યો હતો. જેની પાસે 8 ભરેલા સીલીન્ડર , 11 ખાલી સીલીન્ડર, 38લાખ ની કિંમત નું GJ 12 પાસીંગનું ટેન્કર ,2લાખ ની બે મારુતિવાન અને નોઝલ નંગ એક કુલ મળી રૂપિયા 40લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દા માલ ઝપી પડ્યો હતો. જયારે ટેન્કરનો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો.દેવગઢ બારિયા પોસઈ K.K.RAJPUT એ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.