ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઊંચા વ્યાજ દરો ઉપર રૂપિયા ઉઘરાવતા વ્યાજખોરો સામે લાલ આંખ કરી કાર્યવાહીનો આદેશ કરતા દાહોદમાં પણ દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ દાહોદમાં 52 લોકદરબારમાં કુલ 18 રજૂઆત ધ્યાને લઇ 30 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તદુપરાંત મીટીંગો યોજી અને અરજીઓ લઈ અત્યાર સુધી કુલ મળેલ 38 અરજીઓ પૈકી 12 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં જુદા જુદા રકમમાં અત્યાર સુધી રુપિયા ૯,૭૬,૭૦૦/- વ્યાજે લીધા હતા અને તે પેટે રૂપિયા ૧,૫૬,૪૬,૫૦૦/- વ્યાજ સહિત ચૂકવેલ છે અને તેમ છતાંયે હજી પણ વધુ રકમ ની માંગણી કરતા આ વ્યાજખોરો શોષણ કરતા કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં દાહોદ પોલીસે કુલ 30 પૈકી 24 આરોપી ઝડપી પાડ્યા છે સાથે સાથે 2 પાસબુક, 3 કોરા ચેક, 3 ડાયરીઓ, 15 સ્ટેમ્પ, 150 ગ્રામ સોનું અને 160 ગ્રામ ચાંદી જમાં લેવામાં આવ્યો હતું.
દાહોદ પોલીસએ ઊંચા વ્યાજે નાણાં ધીરનાર લોકો ઉપર સમગ્ર દાહોદ જિલ્લામાં કરી કડક કાર્યવાહી
RELATED ARTICLES