NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લા પોલીસ વદ મયંકસિંહ ચાવડા ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક
હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પી.આઈ. આર.એચ.ભટ તથા પી.એસ.આઈ.ભોઈ તેમજ સ્ટાફે મળેલ બાતમી ના આધારે દાહોદની મારવાડી ચાલમાં રહેતા કાળું બબલા સાંસી પુત્ર વિજય કાળું સાંસી બંને પોતાની ઓફીસમાં બેઠા હતા તેવા સમય દાહોદ પોલીસે રેડ કરતા ઓફીસમાં નેશનલાઇઝ પાસ બુકકો નંગ 67, ATM કાર્ડ નંગ 33, SBI ની કોરી ચેક બુક નંગ 2, કોરી ડેઇલી મેઇઝ ડારીઓ -57,2 એલ્યુમનિઅમના નાના ડબ્બા જુદી જુદી ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.2,84,830/- અને મોબાઈલ નંગ 2 કિંમત રૂ.42500/- આમ કુલ મળી રુપિઆ 3,27,330/- મળી આવતા આરોપીયો ને વધુ પૂછપરછ કરતા તેઓ વ્યાજનો ધંધો કરતા હોવાનું કબુલ કર્યું હતું.અને લોકો ને દોઢ ટકા જેટલા ઊંચા વ્યાજે ગેરકાયદે નાણા ધીરવાનું કબુલ્યું હતું. જે સબંધે કાર્યવાહીના ભાગ રૂપે દાહોદ પોલીસે ગુનો નોંધી અને આગળ ની કાર્યવાહી કરી હતી.

