દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેસન સોસાયટી સંચાલિત હસુમતીબેન પ્રાથમિકશાળા તથા દાહોદ પોલીસ ના સંયુક્ત ઉપક્રમે આજે ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણીની ના ભાગ રૂપે ટ્રાફિક સલામતી અંગે ઉજવણી કરવામાં આવી હતી.જે દરમ્યાન દાહોદ પોલીસ ઇન્સ્પેકટર R.H. BHATT એ સ્કુલના વિદ્યાર્થીઓ ને ટ્રાફિક ને લાગતી તો કરીજ પરંતુ દાહોદ ટાઉન પોલીસ સ્ટેસનમાં લઇ અને દરેક બાબતેની માહિતી આપી હતી. અને ત્યાર બાદ દાહોદ નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા એ આ તમામ બાળકોનું ડ્રેસ નું ચેકિંગ કર્યું હતું અને તેમને ટ્રાફિક અવર્નેસ્સ વિશેની ટીપ્સ આપી હતી. ખરેખર પેહલી વખત દાહોદ પોલીસે આટલી સારી રીતે ટ્રાફિક સલામતી સપ્તાહ ની ઉજવણી કરી હતી.