દાહોદ જીલ્લા પોલીસ ધ્વારા આજે 29DEC ના રોજ દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક ભરતી કેમ્પનું આયોજન કરાયું હતું . જેમાં TRB ની 21 , HOMEGAURD ની 50 અને GRD ની 260 જગ્યાઓ ની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કુલ 1713 ફોર્મ ભરાયા હતા અને જેમાંથી કુલ 947 કેન્ડીડેટો હાજર રહ્યા હતા. જેમની પરીક્ષા ઉંચાઈ, ઉંમર , દોડ ,ગોળા ફેક અને ફીસીકલ ફીટનેસ અને ત્યાર બાદ ઓરલ પરીક્ષા લઇ અને પસંદગી કરવામાં આવી હતી.
આ પરીક્ષા પ્રસંગે સીલેક્સન કમિટીના સભ્યો એવા દાહોદ જીલ્લા હેડ ક્વાટર નાયબ પોલીસ વડા દેસાઈ , દાહોદ નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા , સર્કલ પોલીસ ઇન્સ્પેકટર , તેમેજ અન્ય બીજા પણ કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અને સરળતાથી ચયન પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.