Sunday, April 6, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ પોલીસની સફળ કામગીરી વાહન ચોર ને અટક કરી ત્રણ મોટરસાયકલ કબ્જે લીધી...

દાહોદ પોલીસની સફળ કામગીરી વાહન ચોર ને અટક કરી ત્રણ મોટરસાયકલ કબ્જે લીધી વધુ ભેદ ઉકેલવાની શક્યતા 

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)Keyur Parmar – Bureau Dahod 

દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો વધવા પામેલ હતા જેથી દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોજ નિનામા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ. આર. ગુપ્તાની સૂચનાનાં આધારે તા.૧૩/૦૭/૨૦૧૬નાં રોજ રૂટિન કોમ્બિંગ ગોઠવવામાં આવેલ જે આધારે દાહોદ ટાઉન PI એમ.જી.ડામોર  તથા PSI એમ.જી.ઢોડીયા અને PSI રઝાત  તથા તેઓની સાથે સ્ટાફના માણસોની ટીમ બનાવી વડબારા, આગાવાડા ચોકડી તથા ગરબાડા ચોકડી ખાતે વાહનો ચેકીંગ કરવામાં આવતા હતા તે દરમિયાન જુદીજુદી જગ્યાએથી કુલ ૧૫ શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલો મળી આવતા દાહોદ પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી.
જેમાં હીરો હોન્ડા આઈ.સ્માર્ટ નંબર GJ20 – LB – 6920, હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ20 – H – 2495, હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર GJ20 – એલ – 2342 મોટરસાઈકલો દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી થયેલ હોવાનું જણાઈ આવેલ જેથી આ મોટરસાઈકલોની ચોરી સંબંધે અંગત બાતમીદારથી તપસ કરાવતા રમસુભાઇ છીતુભાઇ મિનામા રહેવાસી વડબારા તા.જિ. દાહોદનાને મંડાવાવ સર્કલ પાસે પકડી દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાથી 3 મોટરસાઇકલની ચોરી કરેલા ની કબૂલાત કરતાં તા. ૨૦/૦૭/૨૦૧૬ના રોજ અટક કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ ચાલુ છે અને બીજી મોટરસાઈકલોની ચોરીનો ભેદ ઉકેલાય તે દિશામાં પણ તપાસ ચાલુમાં છે.
આમ દાહોદ ટાઉન પોલીસે જુદી જુદી જગ્યાએ કોમ્બિંગ હાથ ધરી કુલ ૧૫ વાહનો લાવી એકલવ્ય સૉફ્ટવેરથી સર્ચ કરતાં ૩ મોટરસાઇકલ ચોરીની હોવાનું જણાઈ આવતા દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના ૩ ગુનાઓ ડિટેક્ટ કરી પોલીસે પ્રસંશનીય કામગીરી કરેલ છે.

navi 2images(2)HONDA NAVI – RAHUL MOTORS 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments