
THIS NEWS IS SPONSORED BY-– RAHUL HONDA
૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે “રન ફોર યુનિટી”
દાહોદમાં જિલ્લા કક્ષાના ” રન ફોર યુનિટી ” નું આયોજન છાબ તળાવ ખાતેથી ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે યોજશે. ‘છાબ તળાવ ખાતેથી “રન ફોર યુનિટી” નું પ્રસ્થાન કરવાના આવશે, ત્યાંથી વિશ્રામગૃહ, તાલુકા પંચાયત, માણેક ચોક, બિરસા મુંડા સર્કલ થઈને છાબ તળાવ ખાતે આવીને સમાપન કરવામાં આવશે.
દાહોદ પ્રાંત અધિકારીએ “રન ફોર યુનિટી” ના આયોજન – વ્યવસ્થામાં મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની વ્યવસ્થા, માર્ગની સાફ-સફાઈ સહિતની કામગીરી માટે સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપી હતી. આ રન ફોર યુનિટીમાં અધિકારીઓ, પોલીસના જવાનો, હોમગાર્ડ તેમજ શિક્ષક મિત્રો, એન.એસ.એસ., એન.સી.સી ના કેસેટ્સ આ દોડમાં ભાગ લે “રન ફોર યુનિટી” દરમ્યાન આરોગ્યની ટીમને સજ્જ રહેવા સાથે પણ ભાગ લેવા જણાવાયું હતું.
આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશ સોની, પ્રાંત અને યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી, તાલુકા મેડિકલ ઓફિસર ભગીરથ બામણિયા, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,


