આજે તા.૨૪/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દાહોદ જિલ્લાની કારોબારી બેઠક જિલ્લા અઘ્યક્ષ બળવંતસિંહ ડાંગરના અઘ્યક્ષપણા હેઠળ ઘનશ્યામ હોટલ પીપલોદ ખાતે મળી, જેમાં સદસ્યતા અભિયાનની કામગીરી, ગુરુવંદન કાર્યક્રમ, તથા શિક્ષકોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઈ પારેખએ ‘મિશન નેચર કેર’ દ્વારા વૃક્ષારોપણ કરવા કરેલ હાંકલને ઝુંબેશના રૂપમાં ઉપાડી લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું. આજની બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંધ ઝાલોદ તાલુકા મંત્રી તરીકે દેવાંગભાઈ વસૈયા અને સંગઠન મંત્રી તરીકે વાલસિંગભાઈ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી હતી. આજના આ કાર્યક્રમમાં જિલ્લા મંત્રી નિતેશભાઈ પટેલ, પ્રાંત ઉપાધ્યક્ષ સરદારસિંહ મછાર, પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ, જિલ્લા સંગઠન મંત્રી અર્જુનસિંહ પ્રજાપતિ સહિત જિલ્લાના 70 જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ પ્રાથમિક શૈક્ષિક સંઘની જિલ્લા કારોબારી પીપલોદ ખાતે યોજાઈ
RELATED ARTICLES