

દાહોદ જીલ્લાના ફ્તેપુરા ખાતે દાહોદ, પંચમહાલ અને મહીસાગર જીલ્લા કક્ષાના ત્રણ દિવસના ઈજતેમાનુ આયોજન કરવામા આવ્યુ હતુ ઈજતેમાને સફ્ળ બનાવવા મુસ્લિમ સમાજના યુવાનો છેલ્લા એક મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. તારીખ 12 એપ્રિલ 2016 થી શરુ થયેલ ઈજતેમામા દાહોદ, પંચમહાલ અને મહિસાગર જીલ્લામાંથી તેમજ રાજસ્થાન થી મુસ્લિમ સમાજના નાના બાળકોથી માંડી અબાલ વ્રુદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામા હાજર રહી ઉલમાઓનુ બયાન સાંભળ્યુ હતુ. તેમજ આ ઈજતેમામાં આશરે ૮૫ નિકાહ ખ્વાની થઈ હતી. આવેલ ૩૦,૦૦૦ ઉપરાંત મહેમાનોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે રીતે આયોજન કરવામા આવ્યુ હતુ. નવ યુવાનો એ રાત દિવસ ખડેપગે રહી આ સમગ્ર કાર્યક્રમ ને સફ્ળ બનાવ્યો હતો.