Thursday, December 12, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ બહુચર્ચિત NA સ્કેમમા અધિકારીઓની અટકનો દોર શરૂ - ચાર અધિકારીઓ સાથે...

દાહોદ બહુચર્ચિત NA સ્કેમમા અધિકારીઓની અટકનો દોર શરૂ – ચાર અધિકારીઓ સાથે અત્યાર સુધી કુલ 8 અધિકારીઓની અટક કરી જેલ ભેગા કરાયા છે.

આટલું મોટું સ્કેન્ડલ કોઈ પણ સંજોગોમાં અધિકારીઓની સંડોવણી વગર થતા નથી. આ બધી બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરી પૂછપરછ કરતા 4 સરકારી કર્મચારીઓ પૈકી પી.એસ. અમલિયાર (એટીડીઓ), બી. કે. સંગાડા વર્ષ 2016 થી 2018 ટીડીઓ, સી.એમ. બારીયા ટીડીઓ, એમ.કે. તાવિયાડ સર્કલ ઓફીસર દાહોદ વર્ષ 2011-12 આ ચાર અધિકારીઓએ સર્વે નં ૧૧૨ જેમાં TDO કચેરી દ્વારા કરાયેલ હુકમોની ચકાસણી કરતા આ અધિકારીઓએ પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી NA ના ખોટા હુકમો તેમજ ઓર્ડર ઉપર પોતાને ચાર્જમાં ન હોવા છતાં અમુક બેક ડેટ ઓર્ડર કરી અને આખું ગુનાહિત કૃત્ય આચર્યું છે.

આ મામલે દાહોદ DSP રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી Dy.SP જે.પી. ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ A ડિવિઝન પોલીસ અને સ્ટાફ સાથે મળી આ ચારે આરોપીઓની અટક કરી જેલ ભેગા કર્યા હતા. અને જ્યાં દાહોદ Dy.SP જે.પી ભંડારીએ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી અને રિમાન્ડની માંગણી કરશે.

Byte – જે. પી. ભંડારી Dy.SP દાહોદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments