આજે તા.૨૨/૦૪/૨૦૨૩ ને શનિવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ ભરત વાટિકામાં દાહોદ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી પૂજા અર્ચના સાંજે સૌ બ્રહ્મ સમાજના લોકો પુરુષો મહિલા તથા બાળકો દ્વારા એક શોભાયાત્રા ભરત વાટીકા થી કાઢવામાં આવી હતી. જે દાહોદ શહેરના રાજમાર્ગો પર ફરી પરત ભરત વાટિકા પહોંચી હતી. ત્યારબાદ મહા આરતી તથા બ્રહ્મ ભોજન રાખવામાં આવેલ હતું આ સમગ્ર દિવસ દરમ્યાન દાહોદ બ્રહ્મ સમાજના લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં દાહોદ શહેરના પ્રથમ નાગરિક રીનાબેન પંચાલ, લક્ષ્મણ (લખન) રાજગોર, રાજેશ સહેતાઈ, દીપેશ લાલપુરવાલા, રંજનબેન ભટ્ટ, તથા અન્ય કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા તથા આનંદ જોશી, અક્ષય જોશી, તથા બ્રહ્મ સમાજના પુરુષો અને મહિલાઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.