આજે તા.૨૮/૦૬/૨૦૨૩ ને બુધવારના રોજ દાહોદ ગોવિંદનગર પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ જિલ્લા ભાજપા દ્વારા યોજાયેલ આ મીટમાં ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સહ-ઈન્ચાર્જ મનનભાઈ દાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સોશિયલ મિડિયાનું મહત્વ સમજાવ્યું હતું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપી હતી.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરએ મોદી સરકારના ૯ (નવ) વર્ષના વિકાસ કાર્યો ની વિસ્તૃત જાણકારી આપી હતી. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સોશિયલ મીડિયા ને મીડિયાના પ્લેટફોર્મનો સદુપયોગ કરી વિકાસ માટે તેનો ઉપયોગ કર્યો છે તે રીતે આપણે લોકો માટે ઉપયોગ કરવો જોઈએ.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્ર સોની, દાહોદ ના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા બેઠકમાં દાહોદ નગર માં રહેતા રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા શહેરના તમામ કાર્યકર્તા સોશિયલ મીડિયા ઈંફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત રહ્યા હતા.