દાહોદ શહેરના શિશુ વિહાર મંદિર થી બ્લાઈંડ વેલ્ફર સ્કૂલ સુધી ના માર્ગો આશરે 3 વર્ષથી બિસ્માર હાલત માં છે અને ત્યાં દર ચોમસામાં પાણી ભરાઈ જાય છે આ બાબતે પાલિકા અને કાર્યપાલક માર્ગ અને મકાન ની કચેરીઓ ધ્વારા રહીશો ને વારંવાર સંતાકુકડી રમાડતા રહીશો એ આજે માર્ગ અને મકાન ની કચેરી ખાતે 1:00 કલ્લાકે મંડાવાવ વિસ્તાર ના રહીશો અને ગૃહિણીઓ ,ભાઈઓ અને તમામ મળી કાર્યપાલક ની કચેરી ખાતે ધારણા ઉપર બેસતા કાર્યપાલકે સમયમાં પરીસ્થીતી પામી જઈને સ્થાનિક રહીશો ને અંદર બોલાવી અને રસ્તાનું કામ કરી આપવાની બાહેધરી આપી હતી.
ત્યાર બાદ રહીશો ત્યાંથી નગરપાલિકા ગયા હતા અને ત્યાં રોડ ઉપર નખાતી ગંકી ને તાત્કાલિક દૂર કરવા માટે દાહોદ નગર સેવા સદન ના પ્રમુખ ને રજૂઆત કરી હતી.જે બાબતે પાલિકા પ્રમુખે તેમને આ બાબતે સફાઈ અને ગંદકી દૂર કરાવી આપવાની બહેધેરી આપી હતી.