THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તારીખ 3 સપ્ટેમ્બર 2019 ને મંગળવાર ના રોજ સ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં વહેલી સવારે પારણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા સંઘ પ્રમુખ શોધનભાઈ શાહ ના માર્ગદર્શન માં ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ સ્વેતંબર મૂર્તિપૂજક જૈન સંઘ ના પ્રમુખ શોધન શાહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે શ્રાવક ના ૧૧ કર્તવ્યો હોય છે જેમનું એક છે શોભાયાત્રા. આ શોભાયાત્રામાં તપસ્વીઓ તથા નાના નાના બાળકો દ્વારા વેશભૂષા પહેરીને બગી તથા અન્ય વાહનોને શણગારીને આ શોભાયાત્રાની શોભા માં અભિવૃદ્ધિ કરી હતી. શોભાયાત્રા દાહોદ શહેરના રાજમાર્ગો પર ફરી ઇન્દોર રોડ પર આવેલ સીમંદર મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ સ્વામીવાત્સલ્યનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું.