દાહોદ મેગા GIDC ના આસપાસના લોકોને રોજગરી મળવી જોઈએ : નીરજ મેડા, સદસ્ય ૨૬- lખરોદા, જીલ્લા પંચાયત, દાહોદ
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આવેલ મેગા GIDC ખરેડી નાં પ્રમુખ વિજય શાહને ખરેડી, ભાટીવાડા અને નાની રાણાપુરના લોકોની માંગણીઓની રજૂઆત કરવા 26 – ખરોડ જિલ્લા પંચાયતના ભાજપના જિલ્લા સભ્ય નીરજ મેડાની આગેવાનીમાં ભાટીવાડા સરપંચ અનીભાઈ મેડા, રાણાપુર સરપંચ બચુભાઇ પારગી, તાલુકા સભ્ય શાંતિલાલ મેડા તથા ગામ લોકો ઉપસ્થિત રહી એક આવેદન પત્ર આપેલ અને તેઓએ કહ્યું કે અમારા આ વિસ્તાર માં 400 થી 500 જેટલી અલગ – અલગ કંપનીઓ મેગા જી.આઇ.ડી.સી. માં ચાલે છે. તો સ્થાનિક લોકોને રોજગાર મળી રહે અને આજુ- બાજુના વિસ્તારનો વિકાસ થઈ શકે તેમજ લોકોનું માઇગ્રેશન અટકે તે હેતુ થી લોક માંગણીના મુદ્દાઓ નીચે મુજબ આવેદન આપેલ જેમાં : (૧) સ્થાનિક લોકોને કંપનીઓમાં કામ આપવા જેમ કે, મજુરકામ, ચોકીદાર, લાયકાત અને સ્કિલ મુજબ મેનેજર થી માંડી કારીગર સુધી આજના ભાવે કામ આપવું. (૨) 10 વર્ષ કરતા વધારે નોકરી થઈ હોય તેવા કર્મચારીઓનો પગાર વધારવો. (૩) સ્થાનિક લોકોને બાંધકામ અને પુરણનું કામ આપવું. (૪) આજુબાજુના વિસ્તારમાં શિક્ષણ સંસ્થાઓ આવેલ હોઈ અવાજ પ્રદુષણ નિયંત્રણમાં રાખવું. (૫) જી.આઇ.ડી.સી. આજુ-બાજુ ત્રણ ગામોના સિમાડા લગતા હોઇ જેમ કે, ખરેડી, ભાઠીવાડા, રાણાપુર તો ત્રણે ગામોના વિકાસ કામો જેવા કે સ્મશાનઘર, પાણી અને રોડની વ્યવસ્થા માટે દર વર્ષે પાંચ-પાંચ લાખ રૂપિયાના કામો પંચાયતના સુચન મુજબ કરી આપવા વિગેરે જેવા મુદ્દો સાથે આપેલ છે.