THIS NEWS IS SPONSORED BY-– RAHUL HONDA
પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારૂ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ અગાઉ પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી હથિયારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય.
જે અનુસંધાને SOG શાખાના પો.ઇન્સ. એસ.જે. રાણાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એમ. માળી SOG શાખાના કર્મચારીઓ સાથે દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન SOG શાખાના અ.હે.કો. દિવાનભાઈ જામસિંગભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે, દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારના નાની સારસી ગામે મુવાલીયા તળાવ તરફ જતા રોડ ઉપર મુવાલીયા ગામનો બદુભાઇ છગનભાઇ જાતે ડામોર નાનો બેઠેલ છે, જેણે શરીરે બ્લુ કલરનું સફેદ લીટીઓવાળું શર્ટ તથા કથ્થાઇ કલનું પેન્ટ પહેરેલ છે. જેની પાસે ગેરકાયદેસર હથિયાર છે, તેવી સચોટ બાતમી મળેલ. જે બાતમી આધારે હકિકત વાળી જગ્યાએ જઇ વ્યુહાત્મક રીતે રેઇડ કરતા ઉપરોકત આરોપી બદુભાઇ છગનભાઇ જાતે ડામોર ઉ.વ.૪૭ વર્ષ, ધંધો.ખેતી રહે, ડામોર ફળિયું, ગામ: મુવાલીયા, તા. જી.દાહોદ વાળો પકડાઇ ગયેલ જેની પંચો રૂબરૂમાં સાવધાની પૂર્વક અંગઝડતી કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ.
સદર ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો નંગ – ૧ કિ.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યવાહી કરનાર ટીમ માં (૧) પો.ઇન્સ. એસ.જે.રાણા એસ.ઓ.જી.શાખા દાહોદ (૨) પો.સ.ઈ. એમ.એમ.માળી (૩) અ.હે.કો. દિવાનભાઇ જામસિંગભાઈ, (૪) અ.હે.કો ગણપતભાઇ મીઠલુભાઇ, (૫) અ.હે.કો. જીતેન્દ્રભાઇ સુબભાઇ, (૬) અ.પો.કો. અરવિંદભાઇ પાંગળાભાઈ, (૭) આ.પો.કો. રાજેન્દ્રભાઇ મનસુખભાઇ, (૮) અ.લો.ર. હેમંતકુમાર અમૃતભાઇ એ આરોપી પકડીને સારી કામગીરી કરેલ છે.


