THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ સ્ટેશન રોડ પર આવેલ લક્ષ્મી હોટેલના એક ખાનગી હોલ ખાતે રોટરી ક્લબનો 2021 નો દાહોદ ક્લબ 30904 નો ઈન્સ્ટોલેશન કાર્યકામ યોજાયો.
આ કાર્યક્રમાં ઈન્સ્ટોલેશન ઓફિસર અરવિંદભાઈ ચૌહાણ, આસીસ્ટન્ટ ગવર્નર દક્ષેશ બ્રહ્મભટ્ટ, માજી આસિસ્ટન્ટ ગવર્નર વિનોદ બાફના, ઝોન 13 ના આસિસ્ટન્ટ ગવર્નર સી.વી. ઉપાધ્યાય, માજી પ્રમુખ રમેશ જોશી, માજી મંત્રી ભારતીબેન જાની, વર્તમાન પ્રમુખ ઇકબાલ બુઢ્ઢા, વર્તમાન મંત્રી હસમુખ અગ્રવાલ તથા જિલ્લા સેક્રેટરી સબીર શેખ તેમજ રોટેરીયન ઉપસ્થિત રહ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
આ કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખતા કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના થી કરવામાં આવી હતી, ત્યાર બાદ દીપ પ્રજ્વલિત કરી ઈન્સ્ટોલેશન કાર્યક્રમ શરૂ કરી કોલર એક્સચેન્જ કર્યા હતા અને ત્યાર બાદ પત્રકાર નેહલ શાહ, પ્રેમશંકર કડિયા, સાજીદ મલેકનું સ્વાગત સન્માન કરાયું હતું અને ત્યાર પછી શિક્ષકોનું શિક્ષક દિન નિમિત્તે શાલ મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું અને અંતે હસન બોરીવાળાએ દેશ ભક્તિનું ગીત ગયું હતું ત્યારે પછી કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ આભાર વિધિ સબીભાઈ શેખે કરી હતી.