NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લાના કંબોઈ ગામની ચોકીથી માત્ર 500મી. ના અંતરે આવેલ હાઈવે રોડ ઉપર ગઈકાલ રાત્રીના આશરે પોણા દસ વાગે અમદાવાદ થી દાહોદ તરફ આવતા દાહોદના રહીશ બાલમુકુન્દ ચૌહાણ અને પત્રકાર અજીત ખતેડીયા પોતાના ખાનગી વાહનમાં આવતા હતા ત્યારે અચાનક રસ્તા ઉપર આડી ટ્રક મુકેલી જોતા તેઓ નીચે ઉતરે તે પેહલા પાછળથી પણ ટેન્કરો અને ટ્રકો આવી ગઈ હતી. પરંતુ પોતાની ગાડી માંથી બાલમુકુન્દ ચોહાણ રેહવાસી હનુમાન બઝાર દાહોદના નીચે ઉતરી અને કશું સમજે તે પેહલા આજુબાજુ થી 30 થી 40 માણસો નું ટોળું આવી અને પત્થરમારો શરુ કર્યો અને બાલમુકુન્દભાઈ ના કેહવા પ્રમાણે તેમને લાપટ ઝાપટ કરી તેમની સોનાની ચેન ,કાંડા ઘડિયાળ , રોકડ અને મોબાઈલ લુટી લીધો હતો. ત્યાર બાદ પાછળ ની ગાડીઓ પાસે જઈ હાઈવે ઉપર બીદાસ્ત લૂટ કરતા હતા. આ દરમ્યાન તેઓ 4 થી 5 ગાડી તો લૂટી ચુક્યા હતા અને એમાંથી અમુકને તો માર પણ માર્યો હતો.
પરંતુ આ સમગ્ર ઘટના ક્રમમાં પત્રકાર અજીતભાઈ દ્વારા દાહોદ જીલ્લા પોલીસ વડા સાથે અને નાયબ પોલીસ અધિક્ષક સાથે વાત કરી જાણ કરવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ તેઓનો સંપર્ક ના થતા કંટ્રોલ રૂમમા જાણ કરી હતી . અને ત્યાર બાદ અડધા કલાક બાદ પોલીસ આવી હતી. ત્યાં સુધી તો પત્થરમારા સાથે લુટ ચાલુજ હતી પરંતુ પોલીસ આવે તે પેહલા સ્થળ પર હાજર વાહન માલિકોએ હિંમત દાખવીને સામનો કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
પરંતુ દાહોદ જીલ્લામાં દિવાળી અને તહેવારો ના સમયે જો દર વર્ષે આવી લૂટો થતી હોય તો પોલીસ અગમ ચેતી રૂપે પગલાં કેમ નથી લેતી.શું લુટ કરવાવાળા એટલા બળવાન છે ક પોલીસ ને પણ થાપ આપી જાય ? શું આવનારા દીવસોમાં પણ વેપારીઓ અને લોકોએ તહેવારોમાં આવાજવાનું નહિ ? તો પછી લીમખેડા થી દાહોદ વચ્ચે ની સલામતી નું શું ? એના માટે જવાબદાર કોણ ? પોલીસ કે સરકાર ? આ અનેક સવાલો દાહોદ ના લોકોનાં મનમાં વર્ષોથી ઉઠી રહ્યા છે. પણ તેનો જવાબ નથી આજ દિન સુધી પોલીસ આપી શકી, કે નથી સરકારે આટલા વર્ષોમાં કોઈ પગલાં લીધા .
News powered by Priyanka Communication and Brahmani Electronics and Communication