દાહોદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઘર ઘર સંપર્ક અભિયાનની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં આગામી લોકસભા ચૂંટણી – ૨૦૨૪ માં જાહેર સમર્થન મેળવવા પાર્ટી દ્વારા ઘર – ઘર સંપર્ક અભિયાન ત્રણ તબક્કામાં પહેલી એપ્રિલ થી દસ એપ્રિલ સુધી ચલાવવામાં આવશે. જેમાં તમામ કાર્યકર્તાઓ લોકોના ઘર સુધી પહોંચશે અને કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે માહિતગાર કરી અને મતદાન કરવા માટે ચોક્કસ જાય તેવું સમજાવશે. જેનું માર્ગદર્શન પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ઈશાંતભાઈ સોની દ્વારા આપવામાં આવ્યું હતું અને દાહોદ લોકસભાના સંયોજક મંત્રી બચુભાઈ ખાબડ, જીલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, પ્રભારી સતીશ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ હતી.
આ કાર્યશાળામાં જિલ્લામાં રહેતા પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા હોદ્દેદારો, લોકસભાના વિસ્તારક, જીલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રી, મંડલ પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, મંડળ બેઠક લેવા જનાર કાર્યકર, જિલ્લા મીડિયાનાં સંયોજક શેતલ, સહ સંયોજક નેહલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.