દાહોદ જીલ્લાના મુખ્ય મથક એવા દાહોદ ના પરેલ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન વર્કશોપની મુલાકાતે આજે G.M. જી.સી.અગ્રવાલ આવ્યા હતા. બપોરના 03:00 કલાકે તેમના આગમનના સાથે તેઓએ મેમુ ટ્રેન ની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી અને ત્યારબાદ તેઓ વર્કશોપ જવા રવાના થયા હતા ત્યાં તેમને પ્રથમ MTR LOCO અંડર એસેમ્બલી ત્યારબાદ મેમુ સેક્શન ઇન્સ્પેક્શન કર્યું અને ત્યાંથી પછી રેનોવેટેડ CTRB સેકશનનું ઉદ્દઘાટન કર્યું ત્યારબાદ વેગનશોપ અને સેન્ટ્રલ આર્મ રીપેર શોપનું ઇન્સ્પેકશન કર્યું ત્યારબાદ દાહોદ વર્કશોપનું પ્રેઝેન્ટેશન થયું અને તેના પછી પત્રકારો સાથે પ્રેસવાર્તા કરી હતી જેમાં દાહોદ રેલ્વે સ્ટેશનના પાર્કિંગના પ્રશ્નો, ઠક્કર ફળીયાના તેમજ રેલ્વે સ્ટેશનની આજુબાજુના ગેરકાયદે દબાણો તથા રેલ્વે સ્ટેશન થી B કેબીન તરફના રસ્તા ઉપર ભરમાર અસહ્ય ગંદકી દુર કરવા બાબતે પણ પત્રકારવાર્તામાં રજુઆતો થઇ હતી. અને G.M. જી.સી.અગ્રવાલએ આ તમામ મુદ્દાઓને નોંધમાં લઇ સ્થાનિક અધિકારીઓને તેમજ DRM રતલામને આ બાબતે ઘટતું કરવા જણાવેલ છે. તેમજ દાહોદ થી ઇન્દોર લાઈન નું કામ પણ હવે પુરા વેગથી ચાલી રહ્યું છે. અને વર્ષ સુધીમાં તે પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું.
આ તમામ માહિતી વેસ્ટર્ન રેલ્વેના PRO જીતેનકુમાર જયંતએ આપી હતી.