Sunday, December 29, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ : વિકાસની વાતો કરતી ભાજપ સરકાર લીમડી ને ફિલ્ટર થયેલું પાણી ક્યારે...

દાહોદ : વિકાસની વાતો કરતી ભાજપ સરકાર લીમડી ને ફિલ્ટર થયેલું પાણી ક્યારે આપશે ?

લીમડી નગર આવેલ ફિલ્ટર પાનટ શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહ્યો છે આજે પણ નગર ને માછણ ડેમ ઉપરથી આવતું સીધુ પાણી આપવામા આવી રહયુ છે. આમતો કાગળ ઉપર ફિલ્ટર પલાનટ વર્ષ  2002મા રાજય ના ભાજપાના મંત્રી ધ્વારા  લાખો રૃપિયાના ખર્ચે તૈયાર થયેલ આ પાનટ નુ ઉધાટન કરેલ પંરતુ તેમા થી આજ સુધી ફિલ્ટરવાળું પાણી લીમડી નગર ને આપવામા આવેલ નથી ગત વર્ષા ના માજી ડેપ્યુટી સરપંચ સહીત નગર ની પ્રજા ધ્વારા  આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવેલ હતા અને ત્રણ દિવસ સુધી સતત ચાલેલ આ આંદોલનમા નગર સ્વયંભુ  સપૂણ બંધ રહ્યુ હતુ. જેથી  જે  તે સમય ના જીલ્લા કલેકટર દ્વારા છ માસ મા આ પ્લાન્ટ  શરુ કરવા ની બાંહેધરી અપાઈ હતી. જે વાત ને વર્ષો  વિતવા છતાંય આજે પણ ફિલ્ટર વગર નુ પાણી નગર ને મળી રહયુ છે આમ તો હાલ ની તારીખમા નગર ની વસ્તી  17000 ઉપરાંત ની છે દરેક ચુંટણીમા નગર ને ફિલ્ટર પાણી આપવા ના મુદ્દા સાથે લડતા ઉમેદવારો ને આવનાર ચુંટણીમા કદાચ નગર ની જનતા ચુંટણી નો બહિષ્કાર કરે તો નવાઇ નહી પંરતુ આજે તો નગરને  માછણ ડેમ માથી અપાતુ સીધુ દુષિત પાણી ના છુટકે વાપરવુ પડે છે તેમજ નગરમા પાણી ની લાઇન નો મા નાખેલ પાઇપો પણ જર્જરીત થવા પામી છે જેથી આવતા ઉનાળાની સિઝન મા રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહી ત્યારે શુ નિંદ્રાધીન  તંત્ર જાગશે ખરુ ? એ તો હવે આવનાર સમયજ બતાવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments