Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણીને...

દાહોદ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણીને લઈ યોજાઈ રેલી

દાહોદ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા તેમની પડતર માંગણીઓ જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી ને લઈ રેલી યોજી

આજે તા.૨૭/૧૨/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે સીનીયર રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઉપર વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા એક પત્રકાર પરિષદ યોજઈ હતી. જેમાં રેલ્વે યુનિયન દ્વારા વર્ષોથી પડતર માંગણીઓ જેવી કે એરિયર્સનું પેમેન્ટ , 3 લાખ ભરતીયો, ખાનગીકરણ રોકો, મહિલા કર્મચારીઓને સુવિધાઓ અને વિશેષ તેમની ચર્ચા જૂની પેન્શન યોજના લાગુ કરાવવાની હતી રેલ્વે યુનિયન ઓલ ઇન્ડિયઆ રેલ્વે ફેડરેશનના શિવગોપલ મિશ્રા એ કહ્યું હતું કે સરકારની હાલની પેન્શન યોજના ખૂબ ખોટી છે અને રિટાયાર્ડ કર્મચારીઓને ખુબ ઓછું પેન્શન મળે છે. અને એટલેજ અમારો વિરોધ છે અને માંગણી છે કે જૂની પેન્શન યોજના સરકાર લાગુ કરે જો સર્કરમારી આ માંગ નહિ સ્વીકારે તો આ સરકાર ને 2024માં ઉખાડી ફેખીશું અને સરકાર બદલી નાખીશું તેવું જણાવ્યું હતું. દાહોદ યુનિયનના હોદ્દેદારો દ્વારા દાહોદ પરેલ થી એક રેલી યોજી હતી જેમાં તમામ યુનિયનના લોકો જોડાયા હતા

આ કાર્યક્રમમાં શિવગોપાલ મિશ્રા કે જેઓ ઓલ ઇન્ડિયા રેલ્વે ફેડરેશનના મહામંત્રી, જે. આર. ભોસલે કાર્યકારી અધ્યક્ષ વેસ્ટર્ન રેલ્વે યુનિયન અને મહામંત્રી મુકેશ માથુર તેમજ યુનિયનના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments