NewsTok24 – Keyur Parmar – Dahod
                આજે સવારે 10 થી 10.30 કલાક ની વચ્ચે દાહોદ નઝમી મસ્જીદમા અચાનક રીલે રૂમમા શોર્ટ સર્કીટથી આગ લાગી જતા નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ સદનસીબે કોઈ પણ જાત ની જાનહાની થઇ ન હતી પરંતુ આગ પહેલા માળેથી લાગી અને ત્રીજા માળ સુધી ફેલાઈ હતી આગમાં લાખોનું  ફર્નીચર અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ હતી નગર સેવા સદનની ફાયર ફાઈટરની ટીમ સમયસર પહોચી જઈ અને આગને કાબુમાં કરી હતી. આગ લાગવાની માહિતી જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડાને જાણ  થતા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવા નો આદેશ આપ્યો હતો.


                                    
