Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરના પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં દિનેશ શર્માની ઉપસ્થિતિમાં યોજાયું ચાર જિલ્લાનું પ્રબુદ્ધ...

દાહોદ શહેરના પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં દિનેશ શર્માની ઉપસ્થિતિમાં યોજાયું ચાર જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન

દાહોદ શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ નગર પાલિકાના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે એક વિશાળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમા દાહોદ જિલ્લા સહીત છોટાઉદેપુર, મહીસાગર અને પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉત્તર પ્રદેશ ના ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચમહાલ અને મહીસાગરના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, રાજ્ય પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ, ભાજપ પ્રદેશ માંથી શબ્દશરણ બ્રહ્મભટ, પ્રભારી અમિત ઠાકર, સુધીર લાપુરવાલા, દાહોદ તાલુકા પ્રમુખ પર્વત ડામોર, મીડિયા સેલના જિલ્લાના પ્રમુખ મુન્ના યાદવ નગર સેવા સદન ના પ્રમુખ અભિષેક મેડા ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રીએ દાહોદ જિલ્લાના સાથે સાથે અન્ય ત્રણ જિલ્લાના પ્રબુદ્ધ લોકોની ઉપસ્થિતિમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની લોકો માટેની સફળ યોજનાઓને યાદ કરતા સ્વચ્છ ભારત અભિયાન થી લઈ અને દરેક ગામમાં વીજળી અને ગેસની વાત કરી હતી અને તાજેતરમાં થયેલ હુમલા સંદર્ભે જણાવ્યું હતું કે પહેલા તો આતંકીઓ ભારતમાં આવતા હતા અને મોદી સરકાર નહોતી ત્યારે તેઓ ભારતમાં ઘુસી ધડાકાઓ કરી મસ્તીથી બિરયાની ખાઈ અને જતા રહેતા હતા. પણ હવે સમય બદલાયો છે ઇટનો જવાબ પથ્થર થી આપવામાં આવી રહ્યો છે. જેનું કારણ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ વાળા આપણા દેશના વડાપ્રધાન મોદી છે જેઓના કારણે આ શક્ય બન્યું છે કે પાકિસ્તાન જેવા દેશ પાસેથી પણ ગણતરીના દિવસમા જ આપણા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પરત વતન સહી સલામત લાવી દેવાયા. અને પત્રકાર વાર્તા સંબોધતા કહ્યું હતું કે ગુજરાત માં 26માંથી 26 સીટો આવશે અને પહેલા કરતા વધુ લીડ થઇ આવશે અને દેશમાં ફરીથી નરેન્દ્ર  મોદીના નેતૃવવાળી એન.ડી.એ.ની સરકાર ખુબ વધુ બહુમતીથી આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments