NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં મજૂરીએ થી દિવાળી કરવા પોતાના વતન મધ્યપ્રદેશના ઝાબુઆ જવા માટે એક ગરીબ પરિવાર નીકળ્યો ત્યારે માતા પિતા અને આ 6 વર્ષ ની બાળકી તેમજ બીજા ભાઈ બહેનને જતા હતા તેવા સમય અચાનક પાછળથી એક દમ પુરઝડપે આવતી ટ્રકે તેના પાછલા પૈડામાં અડફેટે લેતા આ ભુલકી નું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. નજરે ઘટના સ્થળ ની આજુ બાજુ ઉભેલા લોકો ના જણાવ્યા અનુસાર પરિવાર ગરીબ અને મધ્યપ્રદેશ નો હોવાથી ઘટના સ્થળ ઉપર તેમની ઉપર જાને પહાડ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બાળકીની માતાની કરુણતાના દ્રશ્યો એ આજુ બાજુના લોકો ની આંખો ભીંજવી દીધી હતી. ઘટના સ્થળેથી સબવાહિની બોલાવી ને આ બાળકી ના મૃત દેહને દાહોદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો ત્યાંથી તેને ઝાબુઆ તેમના વતન લઇ જવામાં આવ્યો હતો.