Keyur Parmar – Dahod
ગત તારીખ ૨૬/૧૨/૨૦૧૫ના રોજ દાહોદ જિલ્લા તથા મધ્યપ્રદેશ ના ચીફ કોચ અને ઓલ ઈન્ડિયા વાડો રયુ કરાટે ડો એશોસીએશન ના વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ ભાટીયાના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરની સેંટ મેરી હાઇસ્કૂલના ૩ બાળકો શ્રીલંકા મુકામે પોત પોતાની ઉમર ની કેટેગરીમાં મેડલ જીત્યા છે.
૧.) કુતબુદ્દીન મુર્તુજા પેટ્રોલવાલા કુમિતે (ફાઇટ) માં ગોલ્ડ મેડલ અને કાતા માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.
૨.) દક્ષ સંજોગ ત્રિપાઠી પણ કુમિતે (ફાઇટ) માં ગોલ્ડ મેડલ અને કાતા માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ તેમજ
૩.) આર્યન અંકુર ગાંધી કુમિતે (ફાઇટ) માં સિલ્વર મેડલ અને કાતા માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.
શ્રીલંકા ખાતે ૫ દેશો જેમાં શ્રીલંકા, ભારત, જાપાન, ભૂટાન અને નેપાળ જેવા દેશોના સ્પર્ધકોએ આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સેંટ મેરી સ્કૂલ ના વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમના સર રાકેશ ભાટીયાને શાળાના ટ્રસ્ટી એવા ઝૂબિન કોન્ટ્રાક્ટર, આચાર્ય ઇલા શુક્લા તથા શેરી મેડમે ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. તથા દાહોદ શહેર ના દાહોદ જિલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા એ પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. આવા સમયે જ્યારે શહેરમાં બાળકો મોબાઈલ અને કોમ્પુટર પર જ બેસી રહે છે તેવા સમયે સેંટ મેરી સ્કૂલના બાળકો કરાટે પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે.