NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેર ખાતે આજે પાલિકાની ચુંટણી યોજાતા સમયસર મતદાન શરુ થઇ ગયેલ હતું પરંતુ સવારના પ્રથમ બે અઢી કલાક માત્ર 10 થી 12 ટકા જેટલું નીરસ મતદાન થયું હતું. પણ બપોરના 12:30 કલાક પછી મતદાને ગતિ પકડી હતી અને દિવસના અંતે દાહોદ શહેરનું સરેરાશ 60% મતદાન નોંધાયું હતું. તેમાં વોર્ડ – 1 – 54%, વોર્ડ – 2 – 62%, વોર્ડ – 3 – 60%, વોર્ડ – 4 – 58%, વોર્ડ – 5 – 56%, વોર્ડ – 6 – 65%, વોર્ડ – 7 – 62%, વોર્ડ – 8 – 60%, વોર્ડ – 9 – 63% વોટીંગની ટકાવારી જોતા એકવાત તો સ્પષ્ટ થાય છે કે ભાજપને ઘણો ફાયદો થશે અને નગર પાલિકામાં સત્તાનું સુકાન ફરી એક વખત ભાજપની પાસે જ રહેશે.