DESK
દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં એક રેલ્વે કર્મચારીના મકાનની પાછળ સવારના 8 વાગે નીલગાય જોઈ હતી અને ત્યાર બાદ દાહોદ ITI ની આજુબાજુ સવારે 9 થી 10 વાગ્યા ના સમય માં જોવાઈ હતી પરંતુ 11.30 કલ્લાકે ITI ના પાછળના ભાગમાં નીલગાય ફરી રહી છે અને તે ડરી ગયેલી છે એવો ફોન પ્રકૃતિ મિત્ર મંડળના દેસાઈ ઉપર પત્રકાર સંતોષ જૈને કર્યો અને આર.એફ.ઓ. નો મોબાઈલ ન.માંગતા આખી વિગતની જાણ થતા સચિન દેસાઈ અને ઝુઝર બોરીવાલા સ્થળ ઉપર પહોચી જતા ત્યાં નીલગાય ને પકડવાની કોસીસ કરતા પેહલા અધો કલ્લાક તો નીલગાયે તેમને દોડાવ્યા અને પછી એકદમ ભાગવા માટે ITIની જાળી સાથી માથું પછાડી અને કુદી ને ભાગવાની કોસિસ કરતા ઘાયલ થઇ હતી. ત્યાર બાદ ધીરે ધીરે દોડાવી ખુલ્લા મેદાન બાજુ લઇ જતા રોડ પર આવી ગઈ હતી અને રામા હોટલ સુધી પહોચી ગઈ હતી .
પરંતુ ત્યાં રોડ પર કુતરું પાછળ પડતા તે પાછી ITIની સામે બાજુ આવી ગઈ હતી અને ત્યાં પહોચતા સચિન દેસાઈ તેને પકડવા જતા તેમને ઉછાળી દીધા હતા અને તેમને પણ વાગ્યું હતું ત્યાર બાદ ઝુઝાર અને તે વિસ્તાર ના 4 થી 5 લોકોએ ભેગા મળી તેને પકડી લીધી હતી. અને ત્યાર બાદ તેની દવા સારવાર કરવામાં આવી હતી . બપોરે 3.00 કલ્લાકે વનવિભાગના કર્મચારીઓની ટીમ આવી અને તેને રામપુરા ફોરેસ્ટ ની રેંજ ઓફિસે લઇ ગઈ હતી જ્યાંથી તેને સારવાર બાદ રામપુરા છોડી દેવામાં આવશે.