Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરમા થયેલ મોબાઇલ ચોરીના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ...

દાહોદ શહેરમા થયેલ મોબાઇલ ચોરીના આરોપીને ૨૪ કલાકમા ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરતી દાહોદ ટાઉન A – ડીવીઝન પોલીસ

પ્રાપ્ત માહિતી મુજબ ગઈ તા.૨૨/૦૪/૨૦૨૩ ને શનિવારના રોજ દાહોદ શહેરમા આવેલી નાયક હોસ્પિટલ ખાતે રાત્રીના આશરે ૦૩:૩૦ થી ૦૫:૦૦ દરમિયાન હોસ્પિટલમા ટેબલ ઉપર મુકેલો મોબાઇલની ચોરી થયેલ. જે બનાવ અન્વયે P.I. કે.એન. લાઠીયાએ સમય સુચકતા દાખવી સવેલન્સ સ્ટાફને જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાએ જઇ ખાનગી કેમેરા ચેક કરેલ અને ચોરીના બનાવની માહિતી મેળવી અલગ-અલગ બાતમીદારને મોકલી આપેલ હોય તે દરમિયાન P.I. કે.એન. લાઠીયાનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા હકીકત મળેલ કે સદર આરોપી હાલ તેના ઘરે પીંજરવાડા દાહોદ કસ્બા ખાતે આવેલ હોય જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલીક પીંજરવાડા દાહોદ કસ્બા ખાતે જઇ આરોપીને પકડી પાડી અંગઝડતી કરતા તેની પાસેથી મોબાઇલ નં-૦૧ મુદ્દામાલ કબ્જે લઇ મોબાઇલ ચોરીના આરોપીને૨ ૪ કલાકમા પકડી પાડી ગુન્હામા ગયેલ ૧૦૦% મુદ્દામાલ રીકવર કરી વણશોધાયેલ મોબાઇલ ચોરીના ગુન્હાને શોઘી દાહોદ ટાઉન A ડીવીઝન પોલીસ સ્ટેશને પ્રશંસનીય કામગીરી કરેલ છે તથા દાહોદ ટાઉન “એ” ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૮૨૧૦૧૧૨૩૦૦૨૪૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ આરોપી વસીમ જફુરુલ્લાખાન જાતે.- પઠાણ ઉ.વ.-૩૦ રહે. પિંજારવાડા, કસ્બા, મુ.પો.તા.જી. દાહોદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments