THIS NEWS IS SPONSORED BY – SHRI KRISHNA SWEETS
મહાવીર જયંતિ એટલે જીનસાસનના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ. આ પ્રસંગે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા વહેલી સવારે દાહોદ હનુમાન બજાર સ્થિત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર ખાતે વહેલી સવારે શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રક્ષાલ પૂજા, કેસર્પુજા કરવામાં આવી હતી ત્યારબાદ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા દોલતગંજ બઝાર, નગર પાલિકા ચોક, એમ.જી. રોડ થઈ નેતાજી બઝાર થી પરત મંદિરે પહોંચી હતી. ત્યાં ભક્તો ની ઉપસ્થિતિમાં પૂજા ભણાવાય હતી અને પૂજા બાદ સર્વ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું સ્વમિવાત્સલ દાહોદ શ્રી સિમંધર સ્વામી જૈન દેરાસર ઇન્દોર હાઈવે ઉપર રાખવામાં આવ્યું હતું અને કોરોનાના આ કપરા કાળ બાદ યોજાયેલ આ કાર્યક્રમ તમામ જૈન સમાજના લોકોએ ધામધૂમ થી ઉજવ્યો હતો.