KEYUR PARMAR – DAHOD
THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લા દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજથી અગસ્ત ક્રાંતિ (રાજધાની) નું સ્ટોપેજ શરૂ થઈ ગયું. લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રવાસન નિગમનાં ડીરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, નગર પાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ઉપ પ્રમુખ ગુલશન બચ્ચાની, કારોબારી ચેરમેન પ્રશાંત દેસાઈ, પક્ષના નેતા વિનોદ રાજગોર તથા અન્ય કાઉન્સિલરો તથા નગર પાલિકા પરિવાર તરફથી લોકોને આ પ્રસંગે આજે તા.૦૫/૦૫/૨૦૧૮ શનિવારે રાત્રે ૧૨:૩૦ કલાકે પધારવા દાહોદ શહેરની જનતાને દાહોદ નગર સેવાસદન પરિવાર તરફથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જાહેર આમંત્રણ હતું.
આજ રોજ નગર પાલિકા થી ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે રાત્રીના ૧૦:૩૦ કલાકે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલી નગર પાલિકા ચોક થી માણેક ચોક થઈ સ્ટેશન રોડ પર વિવેકાનંદ ચોક ખાતે આ રેલી પુરી કરી ત્યાંથી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રવાસન નિગમના ડિરેક્ટર સુધીરભાઈ લાલપુરવાલા, નગર પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, ભૂતપૂર્વ પ્રમુખ રાજેશભાઇ સહેતાઈ, કારોબારી ચેરમેન પ્રશાંતભાઈ દેસાઈ, નિરજભાઈ દેસાઈ, તથા અન્ય કાઉન્સિલરો અને ભાજપના યુવા કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ચાલતા ચાલતા રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યા હતા.
અંદાજે રાત્રીના ૦૧:૦૫ કલાકે અગસ્ત ક્રાંતિ રાજધાની એક્ષપ્રેસ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશન પર આવી પહોંચતા લોકો ભારત માતાકી જય ના જય ઘોષ સાથે ટ્રેનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા અગસ્ત ક્રાંતિ રાજધાની એક્ષપ્રેસ ટ્રેનના ડ્રાઈવરને ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રેનને પણ ફૂલોના હારથી શણગારવામાં આવી હતી ત્યારબાદ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, દાહોદ નગર પાલીકા પ્રમુખ સંયુક્તાબેન મોદી તથા વીણાબેન પલાસ દ્વારા આ ટ્રેનને લીલીઝંડી દેખાડવામાં આવી હતી અને અંદાજે ૦૧:૧૦ કલાકે ટ્રેન રેલ્વે સ્ટેશનેથી ઉપાડવામાં આવી હતી. આમ રાત્રીના ૦૧:૦૦ વાગ્યે પણ દાહોદ શહેરની પ્રજાનો જમાવડો રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો અને દાહોદ શહેરની પ્રજામાં આ ટ્રેન રોકાતા અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.