તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કુલ 9 સવર્ગના ઉમેદવારો હતા. જેની તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે મત ગણતરી રાખવામાં આવેલ હતી. જેમાં માન્ય સંઘોના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા. માધ્યમિક વિભાગમાં હસમુખભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મુકેશ ભાઈ પટેલ, આચાર્ય વિભાગમાં જે પી પટેલ, ઉત્તર બુનિયાદી વિભાગમાં જસવંતભાઈ રાવલ જેવા વિવિધ લોકો વિજેતા બન્યા છે. ત્યારે દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી એમની વિજયની ખુશી મનાવવા માટે અને સંઘ શક્તિ મહાન છે, એ સાબિત કરવા માટે દાહોદ નગર પાલિકા ખાતે ભવ્ય આતિષબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો તથા દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને મહામંત્રી નીલકંઠ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને સંઘની આ શક્તિને બિરદાવી હતી તથા આ જીત એ તમામ શિક્ષકોની જીત છે એવું કહ્યું હતું.
દાહોદ શિક્ષક સંઘે ગુજરાત માધ્ય. અને ઉ. માધ્ય. શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં સંઘનો વિજય થતા વિજયોત્સવ મનાવ્યો
RELATED ARTICLES