દાહોદ જિલ્લાની સબ જેલ ડોકી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ટીબી, એચ.આઈ.વી ઓફિસરના સહયોગથી ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ દ્વારા દાહોદ જિલ્લામાં કાર્યરત નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ફરજ બજાવતા ડાપકું, એ.આર.ટી, આઈ. સી.ટી.સી, ટી.આઈ, ઍલ.ડબ્લ્યુ.એસ. અને GSNP અને સુરત દ્વારા કાર્યરત સમગ્ર સંસ્થાના તમામ બહેનો દ્વારા સબ જેલના કુલ ૨૧૦ કેદીઓની આરોગ્ય તપાસ કરી રૂટિંગ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તથા રક્ષા બંધનના તહેવાર નિમિતે તમામ કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમામ સંસ્થાઓના કર્મચારીઓ અને સબ જેલના અધિક્ષક, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા કેદીઓ હાજર રહ્યા હતા.