Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણના વિવિધ નિદર્શનો રજૂ કરાયા

દાહોદ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણના વિવિધ નિદર્શનો રજૂ કરાયા

 

logo-newstok-272-150x53(1)

કોઇપણ વ્યક્તિનો વિકાસ શિક્ષણથી જ થઇ શકે સાથે સ્વરક્ષણ માટેની સમજ પણ આપોઆપ આવી જાય છે.                                                જિલ્લા કલેક્ટર એલ.પી.પાડલીયા

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધ અભિયાનો, કાર્યક્રમો, યોજનાઓ અમલિત છે. ગતિશીલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ માટે છેલ્લા ત્રણેક વર્ષથી તા.૧ ઓગષ્ટથી ૧૪ ઓગષ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. તદ્નુસાર દાહોદ જિલ્લામાં મુખ્ય મથક દાહોદ ખાતે પોલિસ વિભાગ અને દાહોદ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દાહોદ, નગર સેવા સદન પ્રમુખશ્રીમતી સંયુકતાબેન મોદીના અધ્યક્ષસ્થાને મહિલા સુરક્ષા અંગેનો વિશષ્ટ કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે શ્રીમતી સંયુક્તાબેન મોદીએ પ્રાસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ માટે અથાગ પ્રયત્નો કરે છે. વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકી છે. રાજનીતિમાં ૫૦ ટકા અનામત, નોકરીઓમાં પણ ૩૩ ટકા અનામત, મફત શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે મહિલાએ જાગૃત થવું પડશે. સ્વરક્ષણ સાથે કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં જોડાવું પડશે.એમ શ્રીમતી મોદીએ જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી એલ.પી.પાડલીયાએ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગર્શન આપતાં જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિનો વિકાસ શિક્ષણથી જ થઇ શકે અને સાથે તેનામાં સ્વરક્ષણ માટેની સમજ પણ આપોઆપ આવી જાય છે. આ મહિલા પખવાડિયાની ઉજવણીમાં ભાગ લઇ ઉજવણીને સાર્થક કરે તેવી શ્રી પાડલીઆએ વિનંતી કરી હતી.

જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી મનોજ નિનામાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે રાજય સરકાર મહિલાઓ માટે ચિંતીત છે. જાગૃત થઇ સ્વરક્ષણ માટે સુરક્ષા સેતુ દ્વારા અપાતી તાલીમ લેવા તેમને જણાવ્યુ હતુ. મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ મહિલા અભિયમ ખૂબજ ઉપયોગી પૂરવાર થયુ છે. તેમશ્રી નિનામાએ જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લીંમડી પી.ટી.સી. કોલેજ, રૂપાખેડા- કતવારા કસ્તૂરબા ગાંધી વિધાલયની  દિકરીઓએ સ્વરક્ષણ માટેના કરાટે હેરત પમાડે તેવા પ્રયોગો રજૂ કર્યા હતા. શહેર ટાઉન પોલિસ અધિકારીશ્રી ડામોરની ટીમે મહિલા અભિયમ યુનિટ મહિલા સુરક્ષા માટે કઇ રીતે ઉપયોગી છે તે અંગેનું નિદર્શન રજૂ કર્યુ હતુ. સુરક્ષા સેતુના અગ્રણીશ્રી રાકેશ ભાટીયાને દિકરીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ દ્વારા સજ્જ કરવા બદલ  કલેકટરશ્રીના હસ્તે પ્રશસ્‍તિ પત્ર આપવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લા પોલિસ વિભાગ દ્વારા જુદા જુદા શસ્ત્રોનું નિદર્શન  કરવામાં આવ્યુ હતું. જેને મહિલાઓ અને ઉપસ્થિત સૌ કોઇએ આતુરતાપૂર્વક  નિહાળ્યુ હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખશ્રી શંકરભાઇ અમલીયાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા, ધારા સભ્ય સર્વેશ્રી વિંછીયાભાઇ ભુરીયા, શ્રી રમેશભાઇ કટારા, શ્રીમતી ચન્દ્રિકાબેન બારીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલ મયાત્રા, અધિક નિવાસી કલેક્ટરશ્રી કે.જે.બોર્ડર, પ્રયોજના વહીવટદારશ્રી બી.ડી.નિનામા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયા, મહિલા અગ્રણી શ્રીમતી વિણાબેન પલાસ, પોલિસ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં જુદી જુદી શાળાની વિધાર્થીનીઓ, ગ્રામિણ મહિલાઓ, નગરની મહિલાઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments