
આજે તારીખ ૦૫/૧૦/૨૦૨૩ ના રોજ દાહોદ ના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ટુક જ સમયમાં નવનિર્માણ પામનાર દાહોદના “સ્મશાન” અને “દૂધીમતી રિવર ફ્રન્ટ” ની મુલાકાત બંને મહાનુભાવો દ્વારા દાહોદ ભાજપના કાર્યકર્તાઓ સાથે મળી મુલાકાત લેવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ સાંસદે અંદાજે 8 કરોડના ખર્ચે સાડા સાત એકરમાં ક્રીમેશન બિલ્ડિંગ, લાકડાનો સ્ટોર, ટોઇલેટ બ્લોક, આદમીન બિલ્ડિંગ, પિંડ એરિયા, વાળ લેવડાવવા મટે, વિધિ એરિયા, પ્રાર્થના હોલ અને ઇલેક્ટ્રિકલ રૂમ જેવી અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ તૈયાર થનાર સ્મશાન અને રૂપિયા 20 કરોડની માતબર રકમથી અંદાજે 4 કિ.મી ના પાથ વોકવે વાળો રિવરફ્રન્ટ તૈયાર થશે જેની વિગતવાર જાણકારી મેળવી સ્થળ ઉપર ની સ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી સુધારા માટે સૂચનો કર્યા હતા આ પ્રસંગે દાહોદ નગરમાં રહેતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ ,નગરપાલિકા સભ્યો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.


