KEYUR PARMAR – EXECUTIVE EDITOR
દાહોદ જિલ્લામાં આજે કલેકટર કચેરી સભા ખંડમાં આજે સ્માર્ટ સીટી ના 3જી ફેબ્રુઆરી જે સ્માર્ટ સીટી માટે જે કાર્યક્રમ થવાનો છે તેના ભાગ રૂપે દાહોદ જિલ્લા સ્માર્ટ સીટી ચેરમેન કલેકટર દાહોદ જે.રંજીથકુમાર અને CEO R M ખાંટ તેમજ માહિતી નાયબ નિયામક નલિન બમણિયા તેમજ અન્ય કર્મચારીઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મામલે દાહોદ ને સ્માર્ટ સીટી બનાવવા માટે જે દબાણો હશે તે તંત્ર દ્વારા દૂર કારવામો આવશે. અને તેમાં સરકારી મિલકતો ને પેહલા સમાવેશ થશે. હાલ દાહોદમાં પેહલા ઐતિહાસિક છાબ તળાવ નો બ્યુટીફીકેશન નો કાર્યક્રમ શરૂ કરાશે અને બીજો સ્માર્ટ રોડ અને સીટી બસ નું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્માર્ટ સીટી નું આયોજન દાહોદ શહેર ના જુદા જુદા વિસ્તારોમાં જ થશે એવું સ્માર્ટ સીટી CEO R.M.Khant એ જણાવ્યું હતું.
આ પ્રેસવાર્તાને સંબોધતા કલેકટર અને સ્માર્ટ સીટીના ચેરમેન જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે લોકોમાં જે તૂટફૂટનો ભય છે અને ઘબરાહટ છે તેના વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકોના દબાણ લોકો જાતે દૂર કરી આ કામમાં સહકાર આપે તે માટે 3જી ફેબ્રુઆરીએ એક શાહી સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ગુજરાતી ફિલ્મ કલાકારો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને મનોરંજનના માધ્યમથી લોકોને બધી જાણકારી આપવામાં આવશે જેથી જાણ ભાગીદારીમાં વધારો થાય અને લોકો આમ વધુ ને વધુ સારી રીતે જોડાય
બાઈટ — જે.રંજીથકુમાર — કલેકટર અને ચેરમેન સ્માર્ટ સીટી દાહોદ.
બાઈટ — આર.એમ ખાંટ – ડેપ્યુટી કલેકટર અને CEO સ્માર્ટ સીટી