KEYUR PARMAR – DAHOD. તારીખ ૨૬ ઓગષ્ટ ૨૦૧૭ ના રોજ આશરે બપોરે ત્રણ કલાકે શહેરના દાહોદ હાનુમાન બજારની ખૂંટ ઉપરથી આવેલ જૈન દેરાસરથી 31 ઉપવાસ, 21 અઠ્ઠાઈ, અઠ્ઠમ વગરે તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રા દોલતગંજ બજાર થી બજાર ચોક થી નેતાજી બઝાર થઇ સીમંધર મંદિરે સમાપન કરવામાં આવી હતી ત્યાં સ્વામી વાત્સલ્ય (પ્રસાદી)રાખવામાં આવ્યું હતું. દરેક મિત્રોએ પ્રસાદી લેવા પણ અચૂક હાજર રહ્યા હતા.
આ શોભાયાત્રા વર્ધમાન આરાધક સા. શ્રી કલ્પજ્યોતિશ્રીજી મ.સા. અને તેમના શિષ્ય શ્રી સ્વર્ણજ્યોતિશ્રીજી મ.સા, શ્રી વિરલ જ્યોતિશ્રીજી મ.સા અને શ્રી પ્રિયલજ્યોતિશ્રીજી મ.સા. ના સાનિધ્યમાં નીકળી હતી
જેમાં ૩૧ ઉપવાસ કરનાર પક્ષાલ મહેતા તથા ૮ ઉપવાસ ની તપશ્ચર્યા કરનાર કુ.પર્લ મોદી, કુ. જીનલ શેઠિયા, કુ. હિતાન્સી શેઠિયા, કુ. રાજવી દોશી, કુ. ખુશ્બુ પાલીવાલ, કુ. શ્વેતા સંઘવી, કુ. ઉન્નતિ શરાફ, કુ.અપેક્ષા શરાફ, હર્ષ શાહ, સંસ્કાર કોઠારી, હેતલ પૂજારી, વિધાન ભણસાલી, દર્શન (પિન્ટુ) ચોપડા, સુનવ ભણસાલી, લક્કી ભણસાલી, મામતાબેન જૈન, સ્મિતાબેન પારાવાલા, સુનિતાબેન ગંગ, સંગીતાબેન મહેતા અને કોકિલાબેન ભણસાલી વગેરે લોકોએ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી.