Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ હેડ પોસ્ટ ઓફીસ ખાતેથી "અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો...

દાહોદ હેડ પોસ્ટ ઓફીસ ખાતેથી “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો પ્રચાર પ્રસાર કરવા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું

KEYURKUMAR PARMAR –– DAHOD 

આજે તા.૩૧/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ દાહોદ હેડ પોસ્ટ ઓફીસ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું . જેનો મુખ્ય હેતુ“અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના”નો પ્રચાર પ્રસાર કરવાનો છે. તા.૦૮ જુલાઈ ૨૦૨૩ ના રોજ માનનીય મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકારના સંચાર વિભાગના રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ દ્વારા આ યોજનાનો આરંભ કરાયો હતો. આ યોજનાનો મુખ્ય હેતુ સ્થાનિક શ્રમિકો સુધી અકસ્માત વિમાનો લાભ પહોંચાડવાનો છે.
શ્રમિકો અલગ અલગ સ્થાન પર જીવના જોખમે કામ કરતા હોય છે, તો તેઓને એક સુરક્ષા કવચ પૂરું પડવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” IPPB-ASSY શરુ કરાઈ છે. આ વીમો ૧૦ લાખના વીમા માટે વાર્ષિક ૪૯૯ અને ૦૫ લાખના વીમા માટે વાર્ષિક ૨૮૯ એમ બે વિકલ્પમાં ઉપલબ્ધ છે. શ્રમિકને દુર્ઘટનાથી મૃત્ય, વિકલાંગતા, હોસ્પીટલમાં દાખલ ખર્ચ, વીમા ધારકના મૃત્યુ બાદ બાળકોના શિક્ષણના લાભ સુધી વિવિધ સવલતો પૂરી પાડવામાં આવે છે. જેથી દાહોદ જીલ્લાના તમામ શ્રમિકોને / કામદારોને વિનતી કે તેઓ આ યોજનાનો લાભ લેવા માટે તેમના આધાર કાર્ડ / આધાર સાથે જોડાયેલ મોબાઈલ તેમજ જો ઈ-શ્રમ કાર્ડ હોય તો તેની સાથે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરે અથવા દાહોદ હેડ પોસ્ટ ઓફીસ ખાતે આવેલ IPPB બ્રાંચનો સંપર્ક કરવા હેડ પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારી જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments