દાહોદ હોલીજોલી ગ્રુપ ની મહિલાઓ ધ્વારા ગત થોડા સમય પહેલાજ એક બાળકો ની સ્પર્ધા અને ચિત્રકામ સંગીત વગરે નો કાર્યક્રમ યોજ્યો હતો એ કાર્ય ક્રમ ની સફળતા ના ગ્રુપ ની મહિલા બ્રિગેડ ધ્વારા દાહોદ ખાતે પ્લોટ માં આ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 35 જેટલા સ્ટોલ હતા જેમાં ક્રાફ્ટ વર્ક , રેડીમેડ ડ્રેસ , ઓર્નામેન્ટ્સ , ફેશન ગેલેરી , ખની પીની ના સ્ટોલ મહિલાઓ ધ્વારા તેમજ દાહોદ ભગીની સમાજ નો પણ એક ગ્રહ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. આ આયોજન માં સાંજના સમય સજાવટ, સારી સાફ સફાઈ, અને સારા થીમ માટે ઇનામો નું વિતરણ હતું આયોજકોએ નજીવી ભાડાની રકમ પર સ્ટોલ વાળાઓને સ્ટોલ આપ્યા હતા.આમ આ મહિલાઓ ના ગુપ દ્વારા દાહોદ ખાતે પછી એક સફળ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું દાહોદ માટે ગર્વની વાત છે.
આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક દાહોદ નગર પાલિકા ના પ્રમુખ સયુંક્તાબેન મોદી હતા અને તેમને અહી આવી દરેક સ્ટોલ ની અને તમામ મહિલાઓ નો જુસ્સો વધાર્યો હતો અને તેમને આ આયોજન ખુબ સરસ અને સુંદર છે અને ભવિષ્યમાં આવું આયોજન ફરી થાય તેવી પાઠવી હતી અને ઉમેર્યું હતું કે આવા આયોજન થી મહિલાઓ સ્વતંત્ર થઇ અને પોતે બીઝનેસ કરી આગળ આવી આના આપણને ગામની નવી નવી પ્રતિભા શાળી મહિલો પણ મળી આવશે।