NewsTok24 – Keyur Parmar -Dahod
દાહોદ શહેરના કોલેજ રોડ પર વારંવાર અકસ્માતો થાતાજ હોય છે અને જેના કારણે ભૂતકાળમાં ઘણા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ ના મૃત્યુ થયા છે . જેથી ABVPના વિદ્યાર્થીઓ ધ્વારા કોલેજ રોડ ઉપર સવારે કોલેજ ના સમય થી સાંજના 5વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ની ખુબજ મોટી સંખ્યા માં અવર જવર રહે છે . જેના કારણે પારાવાર પડતી મુશ્કેલીઓ અને રોડ ઉપર વધતા ખાનગી વાહનોના કારણે પણ રિસ્ક વધ્યું છે .જેથી બહાર ગામથી અને ચાલી ને કોલેજ જતા આવતા વિદ્યાર્થીઓ ને મુશ્કેલીઓ ના પડે તે માટે દાહોદ ના અખીલ્ભાર્તિયા વિદ્યાર્થી પરિષદ ધ્વારા આ અંગે તેમજ રોડ પરની ટ્રાફિક ની સમસ્યાઓ અંગે પણ દાહોદ ટાઉન પોલીસ અધિકારીને વાત કરી રજુઆતો કરી હતી.અને બંને બાજુથી વિદ્યાર્થીઓ ને સકારાત્મક જવાબો મળ્યા હતા.